૨૦ તેમણે કહ્યું: “તમારી ઓછી શ્રદ્ધાને લીધે. પણ હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે. તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.”+
૨૩ ધારો કે કોઈ આ પહાડને કહે, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ હું સાચે જ કહું છું કે જો તે મનમાં શંકા ન કરે અને શ્રદ્ધા રાખે કે પોતે જે કંઈ કહે એવું થશે, તો તેના માટે એમ જરૂર થશે.+
૯ એ માણસ પાઉલની વાતો સાંભળતો હતો. પાઉલે તેની સામે ધારીને જોયું. પાઉલને ખ્યાલ આવ્યો કે તેને શ્રદ્ધા અને ભરોસો છે કે તે સાજો થઈ શકે છે.+૧૦ એટલે પાઉલે ઊંચા અવાજે કહ્યું: “તારા પગ પર ઊભો થા.” એ માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.+