૨૯ જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે,* તો તરત એને કાઢીને ફેંકી દો.+ તમારું આખું શરીર ગેહેન્નામાં* નંખાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે સારું છે.+
૯ જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો એને કાઢી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. બે આંખ સાથે ગેહેન્નાની* આગમાં નંખાવા કરતાં, એક આંખ સાથે જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+