-
યોહાન ૨:૧૪-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ મંદિરમાં તેમણે ઢોર, ઘેટાં અને કબૂતર વેચનારા જોયા.+ તેમણે ત્યાં નાણાં બદલનારાઓને બેઠકો પર બેઠેલા જોયા. ૧૫ તેમણે દોરડાંનો ચાબુક બનાવીને વેપારીઓને તેઓનાં ઘેટાં અને ઢોરની સાથે મંદિરમાંથી બહાર કાઢી મૂક્યા. તેમણે નાણાં બદલનારાઓના સિક્કા વેરી નાખ્યા અને તેઓની મેજો ઊથલાવી નાખી.+ ૧૬ તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું: “આ બધું અહીંથી લઈ જાઓ! મારા પિતાના ઘરને બજાર* ન બનાવો!”+
-