૨૫ “સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં નિશાનીઓ થશે.+ પૃથ્વી પર પ્રજાઓ નિરાશામાં ડૂબી જશે. સમુદ્રની ગર્જના અને એનાં મોટાં મોટાં તોફાનોને લીધે તેઓને ખ્યાલ નહિ આવે કે શું કરવું. ૨૬ આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે. એટલે પૃથ્વી પર જે આવી પડવાનું છે, એનાં ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે.