-
માથ્થી ૩:૭-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તે બાપ્તિસ્મા આપતો હતો એ જગ્યાએ ઘણા ફરોશીઓ* અને સાદુકીઓ*+ આવ્યા. તેઓ પર નજર પડતા યોહાને કહ્યું: “ઓ સાપના વંશજો,+ આવનાર કોપથી નાસવા માટે તમને કોણે ચેતવ્યા?+ ૮ એ માટે તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે. ૯ તમે એવું માની ન લો કે ‘અમારા પિતા તો ઇબ્રાહિમ છે.’+ હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમ માટે બાળકો ઉત્પન્ન કરી શકે છે. ૧૦ વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. સારાં ફળ આપતું નથી એ દરેક વૃક્ષ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે.+
-