-
માર્ક ૧:૨૩-૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ એ સમયે તેઓના સભાસ્થાનમાં દુષ્ટ દૂતના* કાબૂમાં એક માણસ હતો. તેણે બૂમ પાડી: ૨૪ “ઓ નાઝરેથના ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા?+ શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”+ ૨૫ પણ ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ!” ૨૬ દુષ્ટ દૂતે એ માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટેથી ચીસ પાડીને તેનામાંથી નીકળી ગયો. ૨૭ લોકો એટલા દંગ થઈ ગયા કે તેઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા: “આ શું? આ તો જોરદાર રીતે શીખવે છે! અરે, તે દુષ્ટ દૂતોને પણ પૂરા અધિકારથી હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.” ૨૮ તેમના વિશેની વાત ઝડપથી ગાલીલ પ્રદેશમાં ચારે બાજુ ફેલાઈ ગઈ.
-