-
માથ્થી ૯:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ પછી યોહાનના શિષ્યોએ ઈસુ પાસે આવીને પૂછ્યું: “અમે અને ફરોશીઓ ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો કેમ ઉપવાસ નથી કરતા?”+ ૧૫ ઈસુએ કહ્યું: “જ્યાં સુધી વરરાજા+ સાથે હોય છે, ત્યાં સુધી શું તેના મિત્રોએ શોક કરવાની જરૂર છે? પણ એવા દિવસો આવશે જ્યારે વરરાજાને તેઓ પાસેથી લઈ લેવામાં આવશે+ અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.
-
-
માર્ક ૨:૧૮-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ રાખતા હતા. એટલે તેઓએ ઈસુને પૂછ્યું: “યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી?”+ ૧૯ ઈસુએ કહ્યું: “જ્યાં સુધી વરરાજા+ સાથે હોય છે, ત્યાં સુધી શું તેના મિત્રોએ ઉપવાસ કરવાની જરૂર છે? જ્યાં સુધી વરરાજા તેઓ સાથે છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ કરતા નથી. ૨૦ પણ એવા દિવસો આવશે જ્યારે વરરાજાને તેઓ પાસેથી લઈ લેવામાં આવશે+ અને એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.
-