-
યોહાન ૧૬:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ ઈસુ સમજી ગયા કે તેઓ તેમને સવાલ પૂછવા માંગે છે. તેમણે શિષ્યોને કહ્યું: “મેં તમને જણાવ્યું કે ‘થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે મને ફરીથી જોશો.’ શું તમે એ વિશે જાણવા એકબીજાને પૂછો છો? ૨૦ હું તમને સાચે જ કહું છું કે તમે રડશો અને વિલાપ કરશો, પણ દુનિયા આનંદ કરશે. તમે શોક કરશો, પણ તમારો શોક ખુશીમાં બદલાઈ જશે.+
-