૪૬ તે હજી તો ટોળા સાથે વાત કરતા હતા ત્યારે, તેમની મા અને ભાઈઓ+ આવીને બહાર ઊભાં રહ્યાં. તેઓ ઈસુ સાથે વાત કરવાં માંગતાં હતાં.+૪૭ કોઈએ તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમારી સાથે વાત કરવા માંગે છે.”
૩૧ ઈસુની મા અને તેમના ભાઈઓ+ આવીને બહાર ઊભાં રહ્યાં. તેઓએ તેમને બોલાવવા એક માણસને અંદર મોકલ્યો.+૩૨ એ સમયે ઈસુની ફરતે ટોળું બેઠું હતું. તેઓમાંથી એકે તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માંગે છે.”+