૨૭ મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે.+ પિતા સિવાય બીજું કોઈ દીકરાને પૂરી રીતે જાણતું નથી.+ પિતાને પણ કોઈ પૂરી રીતે જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે, તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.+
૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+