-
૧ પિતર ૧:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તમને મળનાર અપાર કૃપા વિશે જે પ્રબોધકોએ* ભવિષ્યવાણી કરી હતી, તેઓએ એ ઉદ્ધાર વિશે ખંતથી તપાસ કરી હતી અને ધ્યાનથી શોધ કરી હતી.+ ૧૧ અગાઉથી ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા તેઓને જણાવ્યું હતું કે ખ્રિસ્ત દુઃખો સહન કરશે+ અને પછીથી તેમને મહિમા મળશે. એટલે તેઓ તપાસ કરતા રહ્યા કે ખ્રિસ્ત સાથે શું થવાનું છે અને એ ક્યારે થશે.+
-