૧૯ તેઓ તમને પકડાવે ત્યારે ચિંતા ન કરતા કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો. તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે.+૨૦ એ માટે કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે.+
૧૧ જ્યારે તેઓ તમને અદાલતમાં લઈ જાય, ત્યારે પહેલેથી ચિંતા ન કરશો કે અમે શું કહીશું. એ સમયે પવિત્ર શક્તિ જે જણાવે એ બોલજો, કેમ કે બોલનાર તમે નહિ પણ પવિત્ર શક્તિ છે.+
૧૪ એટલે તમારાં મનમાં આ નક્કી કરો: તમે પહેલેથી તૈયારી નહિ કરો કે પોતાનો બચાવ કઈ રીતે કરશો.+૧૫ તમારો બચાવ કરવા હું તમને શબ્દો અને બુદ્ધિ આપીશ. પછી બધા વિરોધીઓ મળીને પણ તમારો સામનો કરી શકશે નહિ.+