૧૩ છ દિવસ તમે કામ કરો,+ ૧૪ પણ સાતમા દિવસે તમે કંઈ કામ ન કરો.+ એ દિવસ તમારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે.+ તમે કે તમારાં દીકરા-દીકરીઓ કે તમારાં દાસ-દાસીઓ કે તમારા બળદો કે તમારા ગધેડાઓ કે તમારાં પાલતુ પ્રાણીઓ કે તમારા શહેરમાં રહેતો પરદેશી કંઈ કામ ન કરે.+ આમ, તમારી જેમ તમારાં દાસ-દાસીઓ પણ આરામ કરી શકશે.+