-
ફિલિપીઓ ૩:૧૨-૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ મને હજી એ ઇનામ મળ્યું નથી અને હું સંપૂર્ણ થયો નથી. પણ ખ્રિસ્ત ઈસુએ જેના માટે મને પસંદ કર્યો છે,+ એ કામ પૂરું કરવા હું મંડ્યો રહું છું.+ ૧૩ ભાઈઓ, મને નથી લાગતું કે એ ઇનામ મને મળી ગયું છે. પણ એક વાત ચોક્કસ છે, હું પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને+ આગળની વાતો મેળવવા દોડી રહ્યો છું.+ ૧૪ મારો ધ્યેય છે કે હું સ્વર્ગના આમંત્રણનું+ ઇનામ મેળવું,+ જે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર આપે છે. એ ધ્યેય પૂરો કરવા હું તનતોડ મહેનત કરું છું.
-
-
૧ તિમોથી ૬:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ શ્રદ્ધાની સારી લડાઈ લડજે, હંમેશ માટેના જીવનને મજબૂત રીતે પકડી રાખજે, એના માટે તને બોલાવવામાં આવ્યો હતો અને એ વિશે તેં ઘણા લોકો આગળ સારી રીતે જાહેરમાં સાક્ષી આપી હતી.
-