૭ તોપણ જે વાતોથી મને ફાયદો થતો હતો, એને મેં ખ્રિસ્તને લીધે નકામી ગણી છે.+ ૮ હકીકતમાં, મારા માલિક ખ્રિસ્ત ઈસુના અનમોલ જ્ઞાનની સરખામણીમાં હું બધી વસ્તુઓને નકામી ગણું છું. તેમના માટે મેં બધાનો ત્યાગ કર્યો છે અને એ બધાને હું કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને મેળવી શકું