૧૩ તમારાં શરીરોને* દુષ્ટ કામ કરવા પાપને સોંપી ન દો, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલા લોકો જેવા પોતાને ઈશ્વર આગળ રજૂ કરો. તમારાં શરીરોને* સારાં કામ કરવા ઈશ્વરના હાથમાં સોંપી દો.+
૪ પણ ઈશ્વર દયાથી ભરપૂર છે+ અને તેમનો પ્રેમ મહાન છે. તે આપણને ખૂબ ચાહે છે.+૫ આપણે અપરાધોને લીધે મરેલા હતા, તોપણ ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે આપણને જીવતા કર્યા.+ (અપાર કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.)