૨૮ તેઓમાંનો એક આગાબાસ+ હતો. તેણે પવિત્ર શક્તિની મદદથી ભવિષ્યવાણી કરી કે આખી પૃથ્વી પર ભયંકર દુકાળ પડવાનો છે.+ હકીકતમાં, ક્લોદિયસના સમયમાં એવું થયું પણ ખરું.
૮ જુઓ, મેં એક ફિક્કા રંગનો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું. તેની પાછળ પાછળ કબર* આવતી હતી. તેઓને સત્તા આપવામાં આવી કે પૃથ્વીના ચોથા ભાગને લાંબી તલવારથી, દુકાળથી,+ જીવલેણ બીમારીથી અને જંગલી જાનવરોથી મારી નાખે.+