૪ પણ ઈસુનો એક શિષ્ય યહૂદા ઇસ્કારિયોત,+ જે તેમને દગો દેવાનો હતો, તેણે કહ્યું: ૫ “આ સુગંધી તેલ ૩૦૦ દીનારમાં વેચીને એ પૈસા ગરીબ લોકોને કેમ ન આપ્યા?” ૬ એવું ન હતું કે તેને ગરીબો માટે ચિંતા હતી, પણ તે ચોર હતો એટલે એમ કહ્યું. તે પૈસાની પેટી રાખતો હતો અને એમાંથી પૈસા ચોરી લેતો હતો.