૨૩ ઘણાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા મરી ગયો.+ પણ ઇઝરાયેલીઓ તો ગુલામીમાં જ રહ્યા. તેઓ નિસાસા નાખતા રહ્યા અને વિલાપ કરતા રહ્યા. તેઓ મદદ માટે સાચા ઈશ્વરને પોકાર કરતા રહ્યા.+ ૨૪ આખરે, તેઓનો પોકાર ઈશ્વરને કાને પડ્યો.+ ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલો કરાર યાદ કર્યો.+