-
૨ કાળવૃત્તાંત ૬:૩૨, ૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ “જે પરદેશીઓ તમારા ઇઝરાયેલી લોકોનો ભાગ નથી અને જેઓ તમારા મહાન નામ* વિશે, તમારા શક્તિશાળી અને બળવાન હાથ વિશે સાંભળીને દૂર દેશમાંથી આવ્યા છે,+ તેઓ જો આ મંદિર તરફ ફરીને પ્રાર્થના કરે,+ ૩૩ તો સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તમે સાંભળજો. પરદેશીઓ જે કંઈ માંગે એ આપજો, જેથી તમારા ઇઝરાયેલી લોકોની જેમ ધરતીના બધા લોકો તમારું નામ જાણે+ અને તમારો ડર રાખે. તેઓ જાણે કે મેં બાંધેલું આ મંદિર તમારા નામે ઓળખાય છે.
-