૧૨ “ત્યાં અનાન્યા નામનો એક માણસ હતો. તે નિયમશાસ્ત્ર પ્રમાણે ધાર્મિક હતો અને ત્યાં રહેતા બધા યહૂદીઓમાં તેની શાખ સારી હતી. ૧૩ તે મારી પાસે આવ્યો અને મારી બાજુમાં ઊભો રહીને બોલ્યો: ‘મારા ભાઈ શાઉલ, તું પાછો દેખતો થા!’ એ જ ઘડીએ મને દેખાવા લાગ્યું અને તે મારી નજરે પડ્યો.+