વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૬:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ “તમારા ગુજરી ગયેલાઓ જીવશે.

      મારા લોકોનાં મડદાં* ઊઠશે.+

      ઓ ધૂળમાં રહેનારાઓ,+

      તમે જાગો અને આનંદથી પોકારી ઊઠો!

      તમને તાજગી આપતું ઝાકળ સવારના ઝાકળ* જેવું છે.

      ગુજરી ગયેલા લોકો જીવતા થાય એ માટે ધરતી તેઓને બહાર કાઢશે.

  • માથ્થી ૨૨:૩૧, ૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ મરણ પામેલા જીવતા થશે એ વિશે ઈશ્વરે તમને જે જણાવ્યું છે એ શું તમે નથી વાંચ્યું? તેમણે કહ્યું હતું: ૩૨ ‘હું ઇબ્રાહિમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’+ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે.”+

  • લૂક ૧૪:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ પણ તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલા, લંગડા અને આંધળાઓને+ આમંત્રણ આપ. ૧૪ એનાથી તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા માટે તેઓ પાસે કંઈ નથી. નેક લોકોને મરણમાંથી જીવતા કરવામાં* આવશે+ ત્યારે તને બદલો મળશે.”

  • યોહાન ૫:૨૮, ૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ એ સાંભળીને નવાઈ ન પામો, કેમ કે એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં* છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે+ ૨૯ અને બહાર નીકળી આવશે. જેઓએ સારાં કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓ જીવન મેળવે. જેઓએ દુષ્ટ કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓનો ન્યાય કરવામાં આવે.+

  • યોહાન ૧૧:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ ઈસુએ કહ્યું: “ગુજરી ગયેલા લોકોને જીવતા કરનાર અને તેઓને જીવન આપનાર હું છું.+ જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તે ગુજરી જાય તોપણ જીવતો થશે.

  • હિબ્રૂઓ ૧૧:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ સ્ત્રીઓને તેઓના મરી ગયેલા કુટુંબીજનો પાછા મળ્યા.+ શ્રદ્ધા બતાવનારા બીજા અમુક લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. પણ તેઓ છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે.

  • પ્રકટીકરણ ૨૦:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ મેં મરણ પામેલા લોકોને, નાના-મોટા લોકોને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. વીંટાઓ ખોલવામાં આવ્યા. બીજો એક વીંટો ખોલવામાં આવ્યો, જે જીવનનો વીંટો હતો.+ વીંટાઓમાં જે લખ્યું હતું એના આધારે, એ મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ તેઓનો ન્યાય કરવામાં આવ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો