-
પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૭-૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ ત્રણ દિવસ પછી પાઉલે યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા. તેઓ ભેગા થયા ત્યારે, તેણે તેઓને કહ્યું: “ભાઈઓ, મેં લોકો વિરુદ્ધ કે આપણા બાપદાદાઓના રિવાજો વિરુદ્ધ કંઈ કર્યું નથી.+ તોપણ મને યરૂશાલેમમાં કેદી તરીકે રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે.+ ૧૮ મારી પૂછપરછ કર્યા પછી,+ તેઓ મને છોડી દેવા માંગતા હતા, કેમ કે મને મોતની સજા ફટકારવા તેઓને કોઈ કારણ મળ્યું નહિ.+ ૧૯ પણ યહૂદીઓએ એનો વિરોધ કર્યો ત્યારે, મારે સમ્રાટ* પાસે ન્યાય માંગવો પડ્યો.+ જોકે, એવું નથી કે મારે મારા લોકો પર કોઈ આરોપ મૂકવો છે.
-