-
પ્રેરિતોનાં કાર્યો ૨૨:૬-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ “હું મુસાફરી કરતો કરતો ભરબપોરે દમસ્ક નજીક પહોંચ્યો ત્યારે, અચાનક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ મારી ચારે બાજુ ઝળહળી ઊઠ્યો.+ ૭ હું જમીન પર પડી ગયો અને મને એક અવાજ સંભળાયો: ‘શાઉલ, શાઉલ, તું કેમ મારા પર જુલમ કરે છે?’ ૮ મેં જવાબ આપ્યો: ‘માલિક, તમે કોણ છો?’ તેમણે મને કહ્યું: ‘હું નાઝરેથનો ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે.’
-