૨ તમે તમારાં અપરાધો અને પાપોને લીધે મરેલા હતા, તોપણ ઈશ્વરે તમને જીવતા કર્યા.+ ૨ એક સમયે તમે આ દુનિયાની રીતભાત પ્રમાણે ચાલતા હતા.+ તમે એ શાસકનું માનીને ચાલતા હતા, જે દુનિયાના વલણ પર સત્તા ચલાવે છે.+ એ વલણ+ ચારે બાજુ હવાની જેમ ફેલાયેલું છે અને આજ્ઞા ન માનનારાઓમાં એની અસર દેખાઈ આવે છે.