૧૪ ઈસુ પિતરના ઘરે આવ્યા. તેમણે જોયું કે તેની સાસુ+ તાવને લીધે પથારીમાં સૂઈ ગઈ હતી.+૧૫ ઈસુ તેના હાથને અડક્યા+ અને તેનો તાવ ઊતરી ગયો. તે ઊઠીને તેમની સેવા કરવા લાગી.
૨૪ ઈસુએ કહ્યું: “અહીંથી બહાર જાઓ. છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.”+ એ સાંભળીને તેઓ તેમના પર હસવા લાગ્યા. ૨૫ ઈસુએ લોકોને બહાર મોકલી દીધા પછી તે તરત અંદર ગયા. તેમણે છોકરીનો હાથ પકડ્યો+ અને તે ઊઠી.+