૨૧ પણ હવે નિયમશાસ્ત્ર વગર ઈશ્વરની નજરે ન્યાયી સાબિત થવાનો માર્ગ ખુલ્લો થયો છે,+ જેની નિયમશાસ્ત્ર અને પ્રબોધકો સાક્ષી આપે છે.+ ૨૨ હા, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી ઈશ્વરની નજરે ન્યાયી સાબિત થઈ શકાય છે. શ્રદ્ધા મૂકનારા સર્વ માટે આ શક્ય છે. આમાં કોઈ ભેદભાવ નથી.+