-
ઉત્પત્તિ ૩૯:૧૦-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ માલિકની પત્ની મીઠી મીઠી વાતો કરીને દરરોજ યૂસફને તેની સાથે સૂવા કે સમય વિતાવવા કહેતી. પણ યૂસફ સાફ ના પાડી દેતો. ૧૧ એક દિવસે, યૂસફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો ત્યારે, ઘરમાં કોઈ નોકર-ચાકર ન હતા. ૧૨ એવામાં માલિકની પત્નીએ યૂસફે પહેરેલું વસ્ત્ર ખેંચીને કહ્યું: “મારી સાથે સૂઈ જા!” પણ યૂસફ તેના હાથમાં જ વસ્ત્ર છોડીને ત્યાંથી ભાગી ગયો.
-