વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૪:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ ઇબ્રાહિમના ઘરમાં એક ચાકર હતો. તે ઉંમરમાં સૌથી મોટો હતો અને બધો કારભાર સંભાળતો હતો.+ ઇબ્રાહિમે તેને કહ્યું: “મારી જાંઘ નીચે તારો હાથ મૂક* ૩ અને આકાશ તથા પૃથ્વીના ઈશ્વર યહોવા આગળ સમ ખા કે, તું મારા દીકરાને કનાની સ્ત્રી સાથે નહિ પરણાવે, જેઓના દેશમાં હું રહું છું.+

  • પુનર્નિયમ ૭:૩, ૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ તેઓ સાથે કોઈ લગ્‍નવ્યવહાર રાખશો નહિ. તમારી દીકરીઓને તેઓના દીકરાઓ સાથે કે તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો નહિ.+ ૪ એમ કરશો તો, તેઓ તમારા દીકરાઓને તમારા ઈશ્વરથી દૂર કરીને બીજા દેવોને ભજવા ખેંચી જશે.+ પછી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ઊઠશે અને તે જલદી જ તમારો સંહાર કરી દેશે.+

  • નહેમ્યા ૧૩:૨૫, ૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ મેં એ યહૂદીઓને ઠપકો આપ્યો અને કડક શબ્દોમાં ચેતવણી આપી. મેં તેઓમાંથી અમુકને માર માર્યો+ અને તેઓના વાળ ખેંચી કાઢ્યા. મેં તેઓને કહ્યું: “ઈશ્વરના સમ ખાઈને કહો કે તમે તેઓની દીકરીઓ સાથે લગ્‍ન કરશો નહિ. તમે તેઓનાં દીકરા-દીકરીઓ સાથે તમારાં દીકરા-દીકરીઓને પરણાવશો નહિ.+ ૨૬ શું એ જ કારણે ઇઝરાયેલનો રાજા સુલેમાન પણ પાપ કરી બેઠો ન હતો? કોઈ પણ દેશમાં તેના જેવો રાજા ન હતો.+ તેના ઈશ્વર તેને ખૂબ ચાહતા હતા,+ એટલે તેમણે તેને આખા ઇઝરાયેલ પર રાજા બનાવ્યો હતો. પણ તેની પરદેશી પત્નીઓએ તેની પાસે પાપ કરાવ્યું.+

  • ૨ કોરીંથીઓ ૬:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી* ન બંધાઓ.*+ કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે કેવી સોબત?+ અજવાળાને અંધારા સાથે શું લેવાદેવા?+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો