૨૧ મૂસાએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો.+ પછી યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવ્યો. ધીમે ધીમે સમુદ્રના બે ભાગ થઈ ગયા+ અને વચ્ચે કોરી જમીન દેખાઈ.+ ૨૨ ઇઝરાયેલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કરતા હતા+ ત્યારે, તેઓની ડાબી અને જમણી બાજુએ સમુદ્રનું પાણી દીવાલની જેમ થંભી રહ્યું.+