૩૩ પિતરે કહ્યું: “માલિક, હું તમારી સાથે કેદમાં જવા અને મરવા પણ તૈયાર છું.”+૩૪ તેમણે કહ્યું: “પિતર, હું તને જણાવું છું કે તું આજે ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ અને પછી જ કૂકડો બોલશે.”+
૬ભાઈઓ, જો કોઈ માણસ અજાણતાં ખોટા માર્ગે જાય, તો તમે જેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલો છો, તેઓ એવા માણસને નમ્રભાવે* સુધારવાનો પ્રયત્ન કરો.+ પણ પોતાના પર ધ્યાન આપો+ કે તમે પણ કસોટીમાં આવી ન પડો.+