૨૭ કેમ કે યરૂશાલેમના રહેવાસીઓએ અને તેઓના રાજાઓએ છોડાવનારને ઓળખ્યા નહિ, પણ તેમનો ન્યાય કરતી વખતે તેઓએ પ્રબોધકોએ જણાવેલી વાતો પૂરી કરી.+ એ વાતો દર સાબ્બાથે મોટેથી વાંચવામાં આવે છે. ૨૮ ભલે તેમને મારી નાખવાનું તેઓને કોઈ કારણ મળ્યું નહિ,+ છતાં તેઓએ પિલાત પાસે તેમને મારી નાખવાની માંગણી કરી.+