૨૫ ત્રણ વાર મેં લાકડીથી માર ખાધો,+ એક વાર મારા પર પથ્થરમારો થયો,+ ત્રણ વાર હું એવાં વહાણોમાં હતો જે તૂટી પડ્યાં,+ એક આખી રાત અને આખો દિવસ મેં દરિયામાં કાઢ્યાં.
૨૭ મેં સખત મહેનત અને કાળી મજૂરી કરી, વારંવાર રાતોના ઉજાગરા વેઠ્યા,+ ભૂખ અને તરસ સહન કરી.+ ઘણી વાર ખાવા માટે કંઈ ન હતું.+ કડકડતી ઠંડી સહી અને પૂરતાં કપડાં વગર* દિવસો કાઢ્યા.