-
પ્રેરિતોનાં કાર્યો ૨૧:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ આ સાંભળ્યા પછી તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. તેઓએ પાઉલને કહ્યું: “જો ભાઈ, યહૂદીઓમાંથી હજારો લોકો શિષ્યો બન્યા છે અને તેઓ બધા ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર પાળે છે.+ ૨૧ પણ તેઓએ તારા વિશે અફવાઓ સાંભળી છે કે તું બીજી પ્રજાઓમાં રહેતા બધા યહૂદીઓને મૂસાના નિયમો ત્યજી દેવાનું* શીખવે છે. એટલું જ નહિ, તું તેઓને જણાવે છે કે તેઓ પોતાનાં બાળકોની સુન્નત ન કરાવે અને રીતરિવાજો ન પાળે.+
-