-
રોમનો ૪:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ સુન્નત પહેલાં તેમણે બતાવેલી શ્રદ્ધાને લીધે તે નેક ગણાયા. એની નિશાની*+ તરીકે ઈશ્વરે તેમને સુન્નત કરાવવા કહ્યું, જેથી તે એવા લોકોના પિતા બને,+ જેઓ બેસુન્નતી હોવા છતાં શ્રદ્ધાને લીધે નેક ગણાય છે. ૧૨ તે સુન્નત થયેલા વંશજના પણ પિતા બન્યા. સુન્નત થઈ હતી તેઓના જ નહિ, પણ એ બધાના પિતા બન્યા, જેઓ ઇબ્રાહિમના પગલે ચાલે છે અને તેમના જેવી શ્રદ્ધા બતાવે છે.+ એવી શ્રદ્ધા, જે ઇબ્રાહિમે પોતાની સુન્નત થઈ એ પહેલાં બતાવી હતી.
-