-
ઉત્પત્તિ ૧૨:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યહોવાએ ઇબ્રામને કહ્યું: “તારો દેશ અને તારાં સગાં-વહાલાં અને તારા પિતાનું ઘર છોડીને એ દેશમાં જા, જે હું તને બતાવીશ.+ ૨ હું તને મહાન પ્રજા બનાવીશ. હું તને આશીર્વાદ આપીશ અને તારું નામ જાણીતું કરીશ. તારા લીધે બીજાઓને આશીર્વાદ મળશે.+ ૩ જેઓ તને આશીર્વાદ આપે છે, તેઓને હું આશીર્વાદ આપીશ. જેઓ તને શ્રાપ આપે છે, તેઓને હું શ્રાપ આપીશ.+ તારાથી પૃથ્વીનાં સર્વ કુટુંબો ચોક્કસ આશીર્વાદ મેળવશે.”*+
-
-
ઉત્પત્તિ ૧૭:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ “તારી સાથે અને તારા વંશજ સાથે કાયમ માટે કરેલો કરાર+ હું ચોક્કસ પાળીશ. એ કરાર પ્રમાણે, પેઢી દર પેઢી હું તારો અને તારા વંશજનો ઈશ્વર થઈશ.
-