રોમનો ૧૫:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને ધીરજ ધરવા મદદ કરે અને ઉત્તેજન* આપે. તે તમને બધાને ખ્રિસ્ત ઈસુ જેવું મન આપે. ૬ આમ તમે એકતામાં આવીને*+ ઈશ્વરનો મહિમા કરશો, જે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા છે. ૧ કોરીંથીઓ ૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ હવે ભાઈઓ, હું તમને આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામે અરજ કરું છું કે તમે બધા એકમતના થાઓ. તમારામાં ભાગલા પડવા ન દો,+ પણ તમે એકમનના અને એકવિચારના થઈને પૂરેપૂરી એકતામાં રહો.+ ૨ કોરીંથીઓ ૧૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ છેવટે ભાઈઓ, હંમેશાં આનંદ કરો, સુધારો કરો, દિલાસો મેળવો,+ એકમનના થાઓ+ અને શાંતિમાં રહો.+ પછી પ્રેમ અને શાંતિના ઈશ્વર+ તમારી સાથે રહેશે. ફિલિપીઓ ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ જો એમ કરશો તો મને ખૂબ ખુશી થશે. એકમનના થાઓ, એકબીજાને પ્રેમ બતાવો તેમજ કાર્યો અને વિચારોમાં પૂરી રીતે એકતામાં રહો.*+ ૧ પિતર ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ છેવટે, તમે બધા એકમનના,*+ સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ+ અને નમ્ર+ બનો.
૫ હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને ધીરજ ધરવા મદદ કરે અને ઉત્તેજન* આપે. તે તમને બધાને ખ્રિસ્ત ઈસુ જેવું મન આપે. ૬ આમ તમે એકતામાં આવીને*+ ઈશ્વરનો મહિમા કરશો, જે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા છે.
૧૦ હવે ભાઈઓ, હું તમને આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામે અરજ કરું છું કે તમે બધા એકમતના થાઓ. તમારામાં ભાગલા પડવા ન દો,+ પણ તમે એકમનના અને એકવિચારના થઈને પૂરેપૂરી એકતામાં રહો.+
૧૧ છેવટે ભાઈઓ, હંમેશાં આનંદ કરો, સુધારો કરો, દિલાસો મેળવો,+ એકમનના થાઓ+ અને શાંતિમાં રહો.+ પછી પ્રેમ અને શાંતિના ઈશ્વર+ તમારી સાથે રહેશે.
૨ જો એમ કરશો તો મને ખૂબ ખુશી થશે. એકમનના થાઓ, એકબીજાને પ્રેમ બતાવો તેમજ કાર્યો અને વિચારોમાં પૂરી રીતે એકતામાં રહો.*+