૧૯ મારા માટે પણ પ્રાર્થના કરો કે હું બોલું ત્યારે મને શબ્દો આપવામાં આવે, જેથી હું હિંમતથી ખુશખબરનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકું.+ ૨૦ એ ખુશખબર માટે હું સાંકળોમાં બંધાયેલો ઈશ્વરનો સંદેશવાહક છું.+ એવી પણ પ્રાર્થના કરો કે ખુશખબર માટે મારે જેમ બોલવું જોઈએ, એમ હું હિંમતથી બોલી શકું.