-
ઉત્પત્તિ ૧:૨૬, ૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ પછી ઈશ્વરે કહ્યું: “ચાલો આપણે+ માણસ બનાવીએ,*+ તેને આપણા જેવો બનાવીએ.+ તે સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર, પાલતુ પ્રાણીઓ પર, પેટે ચાલનારાં પ્રાણીઓ પર અને આખી પૃથ્વી પર અધિકાર ચલાવે.”+ ૨૭ ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો,* હા, ઈશ્વરને મળતો આવે એવો તેને બનાવ્યો. ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+
-