૧૦ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે યહોવાના* નામને શોભે એ રીતે જીવીને તેમને પૂરેપૂરા ખુશ કરો, દરેક સારાં કામનાં ફળ ઉત્પન્ન કરો અને ઈશ્વરના ખરા જ્ઞાનમાં વધતા જાઓ.+
૧૨ દુનિયાના લોકો વચ્ચે તમારાં વાણી-વર્તન સારાં રાખો,+ જેથી તેઓ તમારા પર ખોટું કામ કરવાનો આરોપ મૂકે ત્યારે, પોતાની નજરે તમારાં સારાં કામ જુએ.+ એનું પરિણામ એ આવશે કે ઈશ્વર તપાસ કરવા આવશે એ દિવસે તેઓ તેમને મહિમા આપશે.