૨ જેમ ઇઝરાયેલી લોકોમાં જૂઠા પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ જૂઠા શિક્ષકો ઊભા થશે.+ તેઓ છૂપી રીતે પંથો પાડશે, જેથી તમે શ્રદ્ધામાંથી પડી જાઓ. તેઓ એ માલિકનો પણ નકાર કરશે, જેમણે મૂલ્ય આપીને તેઓને ખરીદ્યા છે.+ આમ તેઓ પોતે જ પોતાના પર ઝડપથી વિનાશ લાવશે.