૨૦ વહાલા તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કરજે.+ ઈશ્વરની વિરુદ્ધ હોય એવી નકામી વાતો સાંભળતો નહિ. તું એવા લોકોના વિચારોથી દૂર રહેજે, જેઓ પોતાને જ્ઞાની સમજે છે, પણ જેઓનું “જ્ઞાન” સત્યની વિરુદ્ધ છે.+
૧૩ તેની વાત સાચી છે. એ કારણે તેઓને કડક બનીને ઠપકો આપતો રહેજે, જેથી તેઓ શ્રદ્ધામાં મક્કમ થાય ૧૪ અને તેઓ યહૂદી દંતકથાઓ પર અને સત્યનો ત્યાગ કરનારા માણસોની આજ્ઞાઓ પર ધ્યાન ન આપે.