૫ તેઓની વાત બધાને ગમી. શિષ્યોએ સ્તેફનને પસંદ કર્યો, જે શ્રદ્ધા અને પવિત્ર શક્તિથી ભરપૂર હતો. તેઓએ ફિલિપ,+ પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ અને અંત્યોખના યહૂદી થયેલા નિકોલાઉસને પણ પસંદ કર્યા. ૬ શિષ્યો તેઓને પ્રેરિતો પાસે લાવ્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓ પર પોતાના હાથ મૂકીને મંજૂરી આપી.+