૧૦ સ્વર્ગમાં મેં એક મોટો અવાજ સાંભળ્યો:
“જુઓ! આપણા ભાઈઓ પર આરોપ મૂકનારને નીચે નાખી દેવામાં આવ્યો છે, જે આપણા ઈશ્વર આગળ રાત-દિવસ તેઓ પર આરોપ મૂકે છે.+ હવે લોકોનો ઉદ્ધાર પાસે આવ્યો છે!+ ઈશ્વરની શક્તિ જગજાહેર થઈ છે! તેમનું રાજ્ય આવ્યું છે!+ તેમના ખ્રિસ્તે અધિકાર વાપરવાનું શરૂ કર્યું છે!