-
૧ શમુએલ ૨:૨૭, ૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ એલી પાસે ઈશ્વરનો એક પ્રબોધક* આવ્યો. તેણે એલીને કહ્યું: “યહોવા કહે છે: ‘તારા પૂર્વજ અને તેનાં કુટુંબો ઇજિપ્તમાં* હતાં અને ત્યાંના રાજાની* ગુલામી કરતાં હતાં ત્યારે, શું મેં તેઓને મારી ઓળખ આપી ન હતી?+ ૨૮ ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી+ મેં તારા પૂર્વજને યાજક તરીકે સેવા આપવા, મારી વેદી* પર બલિદાનો ચઢાવવા+ અને ધૂપ* બાળવા* તથા એફોદ પહેરીને મારી આગળ આવવા પસંદ કર્યો હતો. ઇઝરાયેલીઓ* જે અર્પણો અગ્નિમાં ચઢાવતા હતા, એ બધાં મેં તારા પૂર્વજને અને તેના વંશજોને આપ્યાં હતાં.+
-