૩૨ યોહાને આમ કહીને પણ સાક્ષી આપી: “મેં આકાશમાંથી કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ ઊતરતી જોઈ અને એ તેમના પર રહી.+ ૩૩ હું તેમને ઓળખતો ન હતો. પણ પાણીથી બાપ્તિસ્મા આપવા માટે મને મોકલનારે કહ્યું હતું: ‘તું જેના પર પવિત્ર શક્તિ ઊતરતી અને રહેતી જુએ,+ તે જ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપનાર છે.’+