૨૦ “હું ફક્ત આ લોકો માટે જ વિનંતી કરતો નથી, પણ તેઓનો સંદેશો સાંભળીને જે કોઈ મારા પર શ્રદ્ધા મૂકે, તેઓ માટે પણ વિનંતી કરું છું. ૨૧ આમ તેઓ બધા એક થાય.+ હે પિતા, જેમ તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું,+ તેમ તેઓ પણ આપણી સાથે એકતામાં રહે. એના લીધે દુનિયા માનશે કે તમે મને મોકલ્યો છે.