-
હઝકિયેલ ૧:૫-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ આગમાં ચાર દૂતો* જેવા કોઈક દેખાયા.+ દરેકનો દેખાવ માણસ જેવો હતો. ૬ દરેકને ચાર ચહેરા હતા અને ચાર પાંખો હતી.+ ૭ તેઓના પગ સીધા હતા. પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને એ ચળકતા તાંબાની જેમ ઝગમગતાં હતાં.+ ૮ તેઓની ચારેય પાંખો નીચે માણસના જેવા હાથ હતા. એ ચાર દૂતોને ચહેરા હતા અને પાંખો હતી. ૯ દરેકની પાંખો એકબીજીને અડતી હતી. દરેક દૂત સીધો આગળ જતો, આડો-અવળો વળતો નહિ.+
૧૦ એ ચારેય દૂતોના ચહેરા આવા દેખાતા હતા: તેઓ દરેકને માણસનો ચહેરો, એની જમણી બાજુ સિંહનો+ ચહેરો, ડાબી બાજુ આખલાનો+ ચહેરો અને દરેકને ગરુડનો+ ચહેરો+ પણ હતો.
-