નીતિવચનો
૬ મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય,*+
જો તેં અજાણ્યા સાથે હાથ મિલાવીને કરાર કર્યો હોય,*+
૨ જો તું વચન આપીને ફસાઈ ગયો હોય
અને તારા મુખના શબ્દોથી બંધાઈ ગયો હોય,+
૩ તો બેટા, તું પોતાને છોડાવવા આમ કર:
તું નમ્ર બનીને તારા પડોશી પાસે જા અને તેની આગળ કાલાવાલા કર,
કેમ કે તું તારા પડોશીના હાથમાં આવી પડ્યો છે.+
૪ તારી આંખો ઘેરાવા દેતો નહિ,
તારાં પોપચાં ઢળી પડવા દેતો નહિ.
૫ જેમ હરણ* પોતાને શિકારીના હાથમાંથી છોડાવે છે
અને પક્ષી પોતાને પારધીના હાથમાંથી છોડાવે છે, તેમ તું પોતાને છોડાવજે.
૬ હે આળસુ માણસ,+ તું કીડી પાસે જા.
તેનાં કામો પર ધ્યાન આપ અને બુદ્ધિમાન બન.
૭ તેનો કોઈ સેનાપતિ નથી, કોઈ અધિકારી કે શાસક નથી,
૮ છતાં તે ઉનાળામાં ખોરાક તૈયાર કરે છે+
અને કાપણીની મોસમમાં અન્ન ભેગું કરે છે.
૯ હે આળસુ માણસ, તું ક્યાં સુધી પડ્યો રહીશ?
તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?
૧૧ એવું કરીશ તો લુટારાની જેમ અચાનક ગરીબી આવી પડશે,
હથિયાર લઈને આવેલા ચોરની જેમ તંગી તારા પર હુમલો કરશે.+
૧૨ નકામો અને દુષ્ટ માણસ જૂઠી વાતો ફેલાવે છે.+
૧૩ તે આંખ મારે છે,+ પગથી સંકેત આપે છે અને આંગળીઓથી ઇશારા કરે છે.
૧૬ યહોવા છ બાબતોને નફરત કરે છે,
હા, તે સાત બાબતોને ધિક્કારે છે:
૧૭ ઘમંડી આંખો,+ જૂઠું બોલતી જીભ,+ નિર્દોષનું ખૂન કરતા હાથ,+
૧૮ કાવતરાં ઘડતું હૃદય,+ દુષ્ટ કામ કરવા દોડી જતા પગ,
૧૯ વાતે વાતે જૂઠું બોલતો સાક્ષી+
અને ભાઈઓમાં ભાગલા પડાવતો માણસ.+
૨૦ મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓ પાળ
અને તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ.+
૨૧ એને તારા દિલ પર છાપી દે
અને તારા ગળે બાંધી રાખ.
૨૨ તું ચાલીશ ત્યારે એ તને માર્ગ બતાવશે,
તું સૂઈ જઈશ ત્યારે એ તારી રક્ષા કરશે,
તું જાગીશ ત્યારે એ તારી સાથે વાત કરશે.*
૨૬ વેશ્યા પાછળ જતો માણસ રોટલીના એક ટુકડા માટે તલપે છે,+
પણ બીજાની પત્ની પાછળ જતો માણસ પોતાનું કીમતી જીવન ગુમાવે છે.
૨૭ જો કોઈ માણસ પોતાના ખોળામાં* અગ્નિ મૂકે, તો શું તેનાં કપડાં બળ્યાં વગર રહે?+
૨૮ જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે?
૩૦ જો ચોર ભૂખ્યો હોય અને પોતાનું પેટ ભરવા ચોરી કરે,
તો લોકો તેને ધિક્કારતા નથી.