ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
મને જવાબ આપો, કેમ કે તમે વફાદાર અને નેક છો.
૩ દુશ્મન મારો પીછો કરે છે.
તેણે મને ભોંયભેગો કરીને કચડી નાખ્યો છે.
લાંબા સમયથી મરણ પામેલા લોકોની જેમ,
મને અંધકારમાં નાખી દીધો છે.
હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું.
૬ હું તમારી આગળ હાથ ફેલાવું છું.
હું સૂકી વેરાન જમીન જેવો છું અને તમારા માટે તરસું છું.+ (સેલાહ)
૭ હે યહોવા, મને જલદી જવાબ આપો.+
મારી શક્તિ ખૂટી ગઈ છે.+
૮ મને સવારે તમારા અતૂટ પ્રેમ વિશે જણાવો,
કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
કયા માર્ગે ચાલવું એ મને જણાવો,+
કેમ કે હું તમારા તરફ મીટ માંડું છું.
તમે ભલા છો;
તમારી શક્તિ મને નેકીના દેશમાં* દોરી જાય.
૧૧ હે યહોવા, તમારા નામને લીધે મને જીવતો રાખો.
મને મુશ્કેલીઓમાંથી છોડાવો, કેમ કે તમે નેક છો.+
૧૨ તમારા અતૂટ પ્રેમને લીધે મારા દુશ્મનોનો સંહાર કરો.+